 |
 |
| Shree Pancholi Seva Samaj Maha Mandal |
| B-25, Brij Nagar, Station Road, Ankleshwar. |
|
|
|
|
|
For Advertisement , News, Event, Donation
|
| Contact: Er.Hemant C. Mistry. |
| Mobile: 99242-11022 |
|
Advertisement Here
200 x 200 |
|
| Literature |
|
કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને, અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?!!!!!! -------વિવેક મનહર ટેલર
===================================================================
રાજેન બ્રહ્મભટ્ટ
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’ સાચ્ચું કહું છું ‘બૉસ’ આપણને વાત જરાય ના ગમી. પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,સવારમાં તો ફ્રેંડશિપ કરે, ને સાંજ પડતામાં કટ્ટી. ઘર સ્કૂલમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ, ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ. દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન(દો-નેશન). કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન. શિક્ષણ કે SICK ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે? એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે? ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ? મા સરસ્વતી ! ત્રાહિમામ્ !ત્રાહિમામ્ !ત્રાહિમામ્!
-------------------------------------------------------------------------------------------------- એની રોજે રોજ હોય છે બબાલ. પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો આની ઊખડતી નથી કેમ છાલ? એની રોજે રોજ હોય છે બબાલ. એક’દી તો સુરજની સામે થઇ ગ્યો, ને પછી નોંધાવી એફ. આઇ.આર. શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે, મારી કેટલી યે મીટ્ઠી સવાર. ધારદાર કિરણોને દેખાડી દેખાડી, લૂંટે છે મોંઘેરો માલ. એની રોજે રોજ હોય છે બબાલ. એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો, ને જઇને વકીલને ઇ ક્યે: ચકલી ને ચકલો તો માળો બાંધે છે, હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે. બેસવા દીધું ને એમાં એવું માને છે, જાણે બાપાની હોય ના દિવાલ? એની રોજે રોજ હોય છે બબાલ. એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું, કે માંડ્યા છે શેના આ ખેલ? બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ, જુએ છે કેમ ઓલી વેલ? શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ, ને ઊઘડે છે ફૂલ કેમ લાલ? એની રોજે રોજ હોય છે બબાલ - કૃષ્ણ દવે
_____________________________________________________________________________________
મિત્ર એટલે પરમ આત્મીયતા અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય.
જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગી આપણને અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.
મિત્ર એટલે મિત્ર. દીપ્તી (સુરત)
----------------------------------------------------------------------------------------------------
======================================================================
આ પેઈજ ઉપર આપની કૃતિ pancholisevasamajmahamandal@gmail.com ઉપર મોકલવા વિનંતી. અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં આપની કૃતિ મોકલી શકો છો.
|
|
|
|
 |
|
|
|